“એચ.એન.જી.યુ. - પાટણ” ખાતે, ગુજરાત સરકાર – શિક્ષણ વિભાગ અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્બારા “મેગા પ્લેસમેન્ટ કેમ્પ” યોજાયો.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણની સરકારી અને અનુદાનિત કોલેજોના વિદ્યાર્થીઓની રોજગારી માટે પ્લેસમેન્ટ સેલ અંતર્ગત રોજગારલક્ષી મેળાઓનું રાજ્યમાં ૨૬ નોડલ સેન્ટરો પર આયોજન કરેલ છે. જેના ભાગ રુપે તારીખ ૧૨-૦૨-૨૦૧૯, મંગળવાર ના રોજ એચ.એન.જી.યુ.-પાટણના રંગભવન ખાતે, માન. મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ, ગુજરાત સરકાર – શિક્ષણ વિભાગ અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા આયોજીત “મેગા પ્લેસમેન્ટ કેમ્પ” નું સવારે ૯:૦૦ કલાકે ઉદઘાટન કરી, પાટણ તાલુકાની ઈજનેરી, સાઈન્સ, કોમર્સ, આર્ટ્સ, એજ્યુકેશન અને કાયદા વિષયની સરકારી અને અનુદાનિત ૧૪ કોલેજોના વિધ્યાર્થીઓ માટે ખુલ્લો મુક્યો હતો.
જે દરમિયાન કતપુર સરકારી ઈજનેરી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિધ્યાર્થીઓ અને કે. ડી. પોલીટેકનીક કોલેજના ત્રણ વિધ્યાર્થીઓને માન. મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના વરદ હસ્તે નોકરીના જોબ ઓફર લેટર એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમના મધ્યસ્થ સંચાલન સમિતીના સમગ્ર કોઓર્ડીનેશન સંભાળતા ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર, સરકારી ઇજનેરી કોલેજ (કતપુર) પાટણ ના શ્રી હાર્દિક રતિલાલ ત્રિવેદી ના જણાવ્યા અનુસાર આ “મેગા પ્લેસમેન્ટ કેમ્પ” માં કુલ ૨૨ કંપનીઓ હાજર રહી હતી અને જેમાં પાટણ તાલુકાની ઈજનેરી, સાઈન્સ, કોમર્સ, આર્ટ્સ, એજ્યુકેશન અને કાયદા વિષયની સરકારી અને અનુદાનિત ૧૪ કોલેજોના કુલ ૫૯૬ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રો. હાર્દિક આર ત્રિવેદી
મધ્યસ્થ સંચાલન સમિતી (મેગા પ્લેસમેન્ટ કેમ્પ- પાટણ)
સરકારી ઇજનેરી કોલેજ, કતપુર, પાટણ.
No comments:
Post a Comment